ગ્રામ્ય પ્રદેશમાં વપરાતા ઓજારો:-
૧.● પરોણો - બળદને હાંકવા માટેની લાકડી
૨.● કળીયુ - ખેતી માટેનું સાધન
૩.● બેલી- બે ભાગમાં વહેંચાયેલું લોખંડના સળીયાને ટીપીને બનાવેલું ખેતરમાં ઘાસ કાઢવાનું સાધન.
૪.● ફાળ - હળનો નીચેનો ભાગ
૫.● કોશ - ખોદવા માટે વપરાતો સીધો લોખંડનો સળિયો
૬.● કોસ (ઉ. કોહ) - કુવામાંથી બળદ વડે પાણી કાઢવાનું સાધન
૭.● સુંઢ - કોસનો ચામડાનો ભાગ
૮.● ગરેડી - કોસને ઉપર ખેંચવા માટે વપરાતુ ચક્ર
૯.● પાડો - બળદગાડીના પૈડામાંથી પસાર થતી એક્સલને જેમાંથી પસાર કરવામાં આવે છે તે મજબુત મોટું લાકડું
૧૦.● તરેલું - કોસમાં બળદને જોડવાનું સાધન
૧૧.● ધોંસરુ - ગાડી કે હળને બળદ સાથે જોડવાનું સાધન
૧૨.● પાટ - ખેડયા પછી જમીનના ઢેફા ભાંગી જમીન સપાટ કરવા વપરાતુ મોટું લાકડું
૧૩.● ઈસ - ખાટલામાં વપરાતા બે લાંબા લાકડા
૧૪.● ઉપલું - ખાટલામાં વપરાતા બે ટુંકા લાકડા
૧૫.● પાંગથ - ખાટલાના એક છેડે ખાટલાના ભરેલા દોરડાઓ ને સખત રાખવા વપરાતું જાડું દોરડું
૧૬.● તગારું - સીધી ધારવાળું નાની સાઈઝનું પતરાનું માલ ભરવાનું સાધન
૧૭.● ઘમેલું - કાંઠાને ગોળ વાખેલું તગારા કરતા મોટું સાધન
૧૮.● બકડીયું - તગારાને બે બાજુ કડીથી ઉપાડી શકાય તેવું સાધન
૧૯.● સૂયો - કોથળાને શીવવા માટે વપરાતી જાડી સોય
૨૦.● રાંપ - ખેડેલી જમીનને સાફ કરવા વપરાતું સાધન
૨૧.●દંતારી-ઘાસ,પાદડી તુટે નહી તે રીતે ભેગુ કરવાનુ સાધન
૨૨.●પાસી-વાડ કરવા માટે થોર કાપવાનુ દાતાવાળુ સાધન
૨૩.● રંધો - સૂતારનું પાટિયા વગેરેને લીસા કરવાનું સાધન
૨૪.● નેવા - છાપરામાંથી પાણી પડવાના ભાગ
૨૫.● મોભ - છાપરાના મધ્યમાં આવેલ મજબુત ટેકો જેના તરફથી બંને બાજુ ઢાળ હોય
૨૬.● વળી - મોભ અને દિવાલ પર રાખેલ પાતળું લાકડું જેના પર નળીયા ગોઠવી શકાય.
૨૭.● સાલ - ખાટલામાં ઈસ કે ઉપળાંને બંને છેડે અણી કાઢી તેને પાયામાં બંધ બેસતા કરવામાં આવે છે આવા લાકડાને સાલ કહે છે.
૨૮.● વિંધ - સાલ જેમાં નાખવામાં આવે છે તે કાણાવાળા પોલાણને વિંધ કહે છે.
૨૯.● પાયો - ખાટલાના ઉભા લાકડા જે વિંધમાં સાલ બેસે તે લાકડાના ભાગને પાયા કહે છે
૩૦.● ઢોલિયો - મજબુત અને મોટા અને શણગારેલા ખાટલાને ઢોલિયો કહે છે.
૩૧.●ઢોલડી-નાના ખાટલાને ઢોલડી કહે છે.
૩૨.● નીક - ખેતરમાં પાણી લઇ જવા બનાવેલ વ્યવસ્થા ને નીક કહે છે.
૩૩.● ધોરિયો - મોટી નીક ને ધોરિયો કહે છે.
૩૪.●ઉદરિયુ-રેતાળ જમીનમા પિયત વેળા ઉદરના દર વડે પાણી બીજે ફુટે તે
૩૫.● છીંડું - વાડમાં બાકોરું હોય તો તેને છીંડું કહે છે.
૩૬.●ગાડાવાટ:-પાછળ આવેલા ખેતરમા ગાડુ લયી જવા ખુલ્લી મુકાતી જગ્યા
૩૭.● ખળું - અનાજના ડુંડાને સુકવી તેને પીસીને દાણા છુટા પાડવા માટે વપરાતી જગ્યા
૩૮.● કેડો - રસ્તો
૩૯.● કેડી - પગ રસ્તો
૪૦.● વંડી - દિવાલ
૪૧.● કમાડ - મોટું બારણું
૪૨.● ડેલો - મોટા કમાડવાળું બારણું.
૪૩.●દંતાર-ત્રણ દાતા (વચ્ચે કાણાવાળા) જોડીને બનાવેલ સાધન જે દાણા વાવવામા કામે લેવાય છે.વાવણીયો પણ કહે છે.
૪૪.●માણુ:-લાકડાની ઉપરથી ગોળને નીચેથી સપાટ તેમા ત્રણ ચાર કાણા સોસરવા હોય છે જેમા પોલા વાસના દંડા લગાડી વાવણીયાના દાતાના કાણામા પરોવી દઈ બી ઓળવી વાવણી.થાય તે....
૪૫.●છોરીયુ::-નાની કોદાળી.ઘાસને છોલવા માટે..
૪૬.●કાઈટ્યુ:-દાતા વગરનુ પણ ટીપીને ધાર કાઢેલુ.દાતરડુ...
૪૭.●ત્રિફળાયુ:-ત્રણ ફણા વાળુ ખેડનુ ઓજાર
૪૮.●આડુ:-ગાડામા વપરાતુ. લાકડાનુ સહેજ ગોળ હોય તે
૪૯.●પાજરી:-ગાડામા ખાતર,બાજરીના. ઢુઢા,ઘઉનુ ભુસુ ભરવા લગાડાય તે
૫૦.●માચી(ગાડાની):-બે પાયા વાળી ખાટલાની જેમ દોરીથી ભરેલ તે લગ્ન પ્રસંગે ગાડા પર બંધાતી તેથી ઢાળ ન પડે
૫૧.●સમોલ:-ઘુસરી કે ઘુસરાના છેડે બળદ બહાર ન નીકળી જાય તે માટે
Next Artical to Read:
A. ખાસ શબ્દો જેમાના કેટલાક નવી પેઢીને જાણમા પણ નહી હોય...જેવા કે... Part 03
B.ખાસ શબ્દો જેમાના કેટલાક નવી પેઢીને જાણમા પણ નહી હોય...જેવા કે... Part 02
C.ખાસ શબ્દો જેમાના કેટલાક નવી પેઢીને જાણમા પણ નહી હોય...જેવા કે... Part 01
ટિપ્પણી પોસ્ટ કરો