આપણી ભાષામાં વપરાતા ગ્રામ્ય રહેણી કેણીના ખાસ શબ્દો જેમાના કેટલાક નવી પેઢીને જાણમા પણ નહી હોય...જેવા કે...


૧.● દોરી - કપડાં સૂકવવા કે કઈ બાંધવા માટે


૨.●વળગણી-કપડા સુકવવા બાંધેલી દોરી કે લાકડા ની વળી ને વળગણી કહેતા


૩.● જાળી - ભમરડો ફેરવવા માટે


૪.● રાશ - બળદને કન્ટ્રોલ કરવાની લગામ


૫.●અછોડો:-રાશથી નાનોને ઢોરને ખીલે બાધવા વપરાતો દોરડાનો ટુકડો


૬.● વરત - પાણી કાઢવાના કોસ માટે વપરાતું જાડુ દોરડું


૭.● વરતડી - પાણી કાઢવાના કોસ માટે વપરાતું પાતળું દોરડું


૮.●વરેડુ-ગાડામા પુળા કે ઘાસ ભર્યા પછી તેને ગાડાની આકડીઓ સાથે બાધવાનુ મોટુ દોરડુ


૯.● નાથ - બળદના નાકમાં પરોવી તેને કન્ટ્રોલ કરવા વપરાતી દોરી


૧૦.●છીકલુ:-દોરીની ગુથેલી જાળી જે બળદને પહેરાવાતી હતી જેથી ચાલુ કામે ખાઈ ન શકે


૧૧.● રાંઢવુ - જુદા જુદા કામ માટે વપરાતી જાડી મજબુત જાડી દોરી


૧૨.● નાડી - ચોરણી કે પાયજામાંં કમરે બાંધવાની પાતળી દોરી


૧૩.● નોંજણું - ગાયને દોહતી વખતે પાછળના બે પગ અને પુંછડાને સાથે બાંધી ગાયની હલચલ ને રોકવા માટે વપરાતી દોરી.


૧૪.● ડામણ - ઘોડા કે ગધેડાને છુટ્ટા ચરવા છોડવામાં આવે ત્યારે તેના એક આગળનો પગ અને એક પાછળના પગને સાથે દોરીથી બાંધવામાં આવે છે જેથી તે બહુ ઝડપથી દોડી શકે નહિ અને તરત જ પકડાઈ જાય. આ દોરીને ડામણ કહે છે.

ગ્રામ્ય પ્રદેશમાં વપરાતા ઓજારો gUJJU  આપણી ભાષામાં વપરાતા ગ્રામ્ય રહેણી કેણીના ખાસ શબ્દો જેમાના કેટલાક નવી પેઢીને જાણમા પણ નહી હોય...જેવા કે . AMBANI GUJARATI MODI


૧૫.●ડેરો:-ભેસને બે પગ વચ્ચે રહે તે બંધાતુ લાકડુ જેથી તે દોડી ન શકે.


૧૬.● જોતર - બળદને ગાડા સાથે જોડવામાં વપરાતી દોરીનું સાધન


૧૭.● નેતર - છાશ કરવા માટે વલોણાને ફેરવવા વપરાતી દોરી


૧૮.●નેણ:-ગાડા સાથે ઘુસરી બાધવા માટેની ચામડાનુ દોરડુ...


૧૯.● આ ઉપરાંત દોરીના મટિરિયલને લીધે જુદા નામો છે દા. ત.


૨૦.● શીંદરી-  કાપડની ચીદડીમાંથી બનાવેલી દોરી.


૨૧.● સૂતળી - શણમાં થી બનાવેલી દોરી


૨૨.● વાણ- જંગલી વેલા વિગરે વનસ્પતિમાંથી બનાવેલી દોરી


૨૩.● કાથી - નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી


...તે જ રીતે કપડાના જુદા જુદા આકારના જુદા જુદા કામ માટે વપરાતા ટુકડાના જુદા જુદા નામ છે. જેમ કે,


૨૪.● ચાકળો- સુતરાઉ કાપડનો ચોરસ ટુકડો, જેમાં ભાત કરી દીવાલ પર ટીંગાડી શકાય.


૨૫.● પછેડી- માથે બાંધવા અથવા ખભા પર રાખવા વપરાતો કાપડનો ટુકડો.


૨૬.●ફાટ-કાલા કે ખેતીની પેદાશ છોડ પરથી વીણી કમરે બાધેલા કપડામા ભેગી થાય તે


૨૭.● ચોફાળ -(ચલાકો) પછેડી કરતા મોટા કાપડનો ટુકડો જે ખાસ કરીને ગાંસડી બાંધવા વપરાય છે.


૨૮.● બુંગણ - ચોફાળ કરતા પણ મોટો જાડા કાપડનો ભાગ જે જુદા જુદા ખેતીના કામ માટે વપરાય છે.


૨૯.● ફાળિયું- માથે બાંધવા માટે પાતળો કાપડનો ટુકડો


૩૦.● પનિયું- કમરે બાંધવાનું કાપડ


૩૧.● ગુમછો- આછું,પાતળુ લાલ કાપડ


૩૨.● ઓછાડ- ગાદલાને કવર કરવા વપરાતું કાપડ.


૩૩.● કામળી- ઉનનું વસ્ત્ર જે ખભા પર રાખવામાં તથા ઓઢવામાં વપરાય છે.

ગ્રામ્ય પ્રદેશમાં વપરાતા ઓજારો gUJJU  આપણી ભાષામાં વપરાતા ગ્રામ્ય રહેણી કેણીના ખાસ શબ્દો જેમાના કેટલાક નવી પેઢીને જાણમા પણ નહી હોય...જેવા કે . AMBANI GUJARATI MODI


૩૪.● મસોતું- રસોડામાં વપરાતું હાથ લુંછવા માટે તથા વાસણ લુસવા માટે વપરાતો કાપડનો ટુકડો.


૩૫.● પંચિયું- શરીર લુચવા માટે અને કમર નીચે બાંધવા માટે વપરાતો કાપડનો ટુકડો.


૩૬.● અબોટિયું - પૂજા અથવા અન્ય ર્ધાિમક વિધિ કરતી વખતે પહેરવામાં આવતું ધોતી જેવું કાપડ.


૩૭.●ડામશયો ( ગાદલા ગોદડાં નો ઢગલો)


૩૮.●મોઢવું (ગોઠવેલા છાણાં નો ઢગલો)


૩૯.●શિપર ( સપાટ પથ્થર )


૪૦.●પાણો ( પથ્થર)


૪૧.●ઢીકો (ફાઇટ મારવી)


૪૨.●ઝન્તર (વાજિંત્ર)


૪૩.●વાહર (પવન)


૪૪.●ભોઠું પડવું ( શરમાવું )


૪૫.●હટાણું. ( ખરીદી કરવા જવું )


૪૬.●વતરણું  ( સ્લેટ ની પેન)


૪૭.●નિહાળીયા (વિદ્યાર્થી )


૪૮.●બોઘરૂં. ( દૂધ છાશ નું વાસણ )


૪૯.●રાડા (ડુંડા કાપ્યા પછી નું થડ)


૫૦.●નિરણ (પાલતુ પશુ ને ખાવા માટે)


Read More :


A. ખાસ શબ્દો જેમાના કેટલાક નવી પેઢીને જાણમા પણ નહી હોય...જેવા કે... Part 02 

B. ગ્રામ્ય પ્રદેશમાં વપરાતા ઓજારો

C. ખાસ શબ્દો જેમાના કેટલાક નવી પેઢીને જાણમા પણ નહી હોય...જેવા કે... Part 03  






Post a Comment

વધુ નવું વધુ જૂનું