ખેતીવાડી  ભવિષ્ય નો સર્વોતમ ધંધો હશે

ખેતી એક સંપુર્ણ અને સ્વનિર્ભર  વ્યવસાય છે. જગતનો દુનિયા આખીના પેટની ભુખ ઠારવાનુ કૌવત એક માત્ર ""ખેડુતના બાવડામાં"" જ હોય છે.




કુદકેને ભુસકે વધતી વસ્તી  ને કારણે.. ચાહે દુનિયાની કોઇ પણ સત્તા કે મહાસત્તા કેમ ન હોય, આવનારા નજીકના સમયમાં ખેતીને  સૌથી વધારે " મોભાદાર અને રોજગારી "આપતો વ્યવસાય બનતા કોઈ નહિ રોકી શકે.

કરોડો રુપિયા ના રોકાણ પછી પણ ધંધા બદલવા પડે છે અથવા બંધ થઈ જાય છે  

આજે કે ભવિષ્યમા એક પણ ધંધો-નોકરીની સલામતી ની કોઇ ગેરંટી નથી એની સામે સૌથી સુરક્ષીત વ્યવસાય ""ખેતી"" હશે!!

મિત્રો તમે જ જોઈ લ્યો !!!

આજ થી ૧૫ - ૧૭ વર્ષ પેહલા લગભગ એવી કોઈ જ જગ્યા નહોતી જ્યાં P.C.O ના હોય પછી ધીમે ધીમે બધા ના ઘર માં લેન્ડલાઈન ની સુવિધા થવા માંડી ધીમે ધીમે P.C.O ઓછા થવા લાગ્યા,અને પછી વિશ્વ્ માં જન્મ લીધો મોબાઇલે લગભગ P.C.O બંધ હવે P.C.O વાળા એ મોબાઈલ ના રિચાર્જ અને બિલ ભરવાના ચાલુ કરી દીધા અને હવે તો રિચાર્જ અને બિલ પણ ઓનલાઇન થઇ ગયા છે.
                                      
તમે ક્યારેય એ તરફ ધ્યાન વાળ્યું..❓ આજે બજાર માં દરેક ચોથી-પાંચ મી દુકાન મોબાઈલ ની છે. સેલ, સર્વિસ, રિચાર્જ, એસેસરીઝ , રીપેર તથા મોબાઈલ ને લગતી કોઈ પણ હલ કરવી હોય, આજે લગભગ બધું "Paytm" UPI થી થઇ ગયુ છે. હવે તો લોકો રેલવે,બસ ની ટિકિટ પણ મોબાઈલ થી કરાવવા લાગ્યા છે, હવે રૂપિયા -પૈસા નું લેણદેણ પણ બદલાઈ રહ્યું છે.
                  
રોકડ રૂપિયા ની જગ્યા પેહલા પ્લાસ્ટિક  મની એ લીધી અને હવે તો ડિજિટલ લેવડદેવડ થઇ રહ્યુ છે
                  
દુનિયા ખુબ ઝડપ થી બદલાઈ રહી છે. આંખ , કાન , નાક , મગજ ખુલ્લું રાખો નહીંતર તમે પાછળ રહી જાશો. 
                   
૧૯૯૮ માં "કોડાક" કંપની માં ૧,૭૦,૦૦૦ કર્મચારીઓ કામ કરતા હતા અને તેઓ દુનિયા ના ૮૫% ફોટો પેપર વેંચતા હતા થોડા જ વર્ષો માં "ડિજિટલ ફોટોગ્રાફી" એ તેમને બજાર માંથી બહાર ફેંકી દીધા "કોડાક" દેવાળિયું થઇ ગયું તેમના બધા જ કર્મચારીઓ રસ્તા પાર આવી ગયા, તેવીજ રીતે "નોકિયા" મોબાઈલ કંપની. મુદ્દા ની વાત એ છે કે. 

તમને અંદાજો પણ છે કે આવતા ૧૦ વર્ષો માં વિશ્વ સંપૂર્ણ પરિવર્તન પામશે.

આજે ચાલનારા ૭૦ થી ૮૦% ઉદ્યોગો બંધ થઇ જશે... 

" ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં તમારું સ્વાગત છે...   "   
                    
"ઉબેર" ફક્ત એક સોફ્ટવેર છે. તેમની પોતાની એકપણ કાર નથી તેમ છત્તા તે દુનિયાની સૌથી મોટી ટેક્ષી કંપની છે. 
              
Airbnb દુનિયાની સૌથી મોટી હોટેલ કંપની છે , જયારે તેમની ખુદની પાસે તો પોતાની એકપણ હોટેલ નથી.

અમેરિકા માં યુવા વકીલો માટે હવે કોઈ જ કામ નથી બચ્યું, કારણકે IBM Watson નામનું એક સોફટવેર પાપંણના ઝબકારામાં વધારે સારી Legal Advise  આપીદે છે. આવતા ૫ થી ૭ વર્ષ માં ૯૦% વકીલોને ઘરે બેસવાનો વારો આવશે, અને જે બાકી બચ્યા હશે તે ઉત્તમ પ્રકારના જે-તે બાબત ના નિષ્ણાંત હશે.

Watson  નામક આ સોફ્ટવેરે કેન્સર નું ડાયગ્નોસિસ મનુષ્યની ચોક્કસાઈ કરતા ૪ ઘણી વધુ ચોક્કસાઈએ કરે છે.

અંદાજે અંદાજે ૨૦૩૦ થી તે ૨૦૩૫ સુધી માં કમ્પ્યુટર મનુષ્ય કરતા વધારે હોશિયાર થઇ ગયું હશે.

આવતા ૧૫-૧૭ વર્ષોમાં લગભગ કાર ગાયબ થતી અનુભવશો, જે વધશે તે કાંતો Electric Car  હશે અથવાતો હાયબ્રીડ. રસ્તાઓ ખાલી જોવા મળશે. પેટ્રોલ ની નહિવત જરૂર પડશે, આરબ દેશો મુશ્કેલી માં મુકાવા લાગશે. આર્થિક તાણ અનુભવવા લાગશે.

તમે પોતે Uber જેવા એક સોફ્ટવેરે થી કાર મંગાવશો અને પલભર માં એક ડ્રાઈવર વગર ની કાર તમારી આસપાસ આવી જશે, અને એ સવારી જો તમે કોઈ અન્ય સાથે વહેચણીમાં લેશો તો તમને સવારી તમારા બાઇક કરતા પણ સસ્તી પડશે.
         
Driverless કાર હોવાના કારણે અકસિડેન્ટ્સ થવાના લગભગ બંધ જ થઇ જશે, એટલે વીમા કંપની પણ ઘર ભેગી..!



ડ્રાઈવર નામ નો રોજગાર લુપ્ત થઇ  જશે.

જયારે શહેરો અને રસ્તાઓ પર થી ૯૦% ગાડીઓ ગાયબ થઇ જશે તો ટ્રાફિક અને પાર્કિંગ નામની કંટાળાજનક સમસ્યા નો અંત આપોઆપ આવી જશે.

આવુ તો બહુ બધુ બદલાઈ રહ્યુ છે, એ બદલાતા સમય મા પણ મુળ ન બદલાય એવો એક વ્યવસાય હશે

"" ખેતીવાડી""

પ્રાકૃતિક  ખેતી indigenious framing ને અનુસરતો ખેડુત ક્યારેય બેકાર ગરીબ કે લાચાર નહિ રહે. પ્રાકૃતિક  ખેતી, આધુનિક વિજ્ઞાન કે ટેકનોલોજીની ઓશીયાળી નહિ રહે.

અનેક ધંધા બંધ થય ગયા અને ભુલાય સુદ્ધા ગયા છે પણ પાછલા ૫૦૦૦ વરસથી અનેક ચડાવ ઉતાર આવ્યા પછી પણ ખેતીનો વ્યવસાય  અડીખમ ઉભો છે અને માણસને જ્યાં સુધી પેટ છે ત્યાં સુધી રહેશે.

ગમે એવા ભુખમરામા પણ પોતાનુ પેટ ભરવા માટે ખેડુત સ્વનિર્ભર તો રહેશે જ. 

 ""આવનારા સમયમા બજારનો માલીક ખેડુત હશે"".

FINALLY AGRICULTURE IS OUR CULTURE

Post a Comment

વધુ નવું વધુ જૂનું