Positive Pay System PPS : આજથી બેંકમાં રજૂ થનાર 50,000 થી વધૂ રકમના ચેકની બે વાર પુષ્ટિ કરાશે, જાણો ચેક લખનારની શું બનશે જવાબદારી ??


ભારતીય રિઝર્વ બેન્ક  એ ચેકની ચુકવણી માટે પૉઝિટિવ પે સિસ્ટમ (Positive Pay System) ની આજથી શરૂઆત કરી છે. હવે 50,000 થી ઊપરના ચેક માટે જરૂરી જાણકારીની બીજીવારથી પુષ્ટિ કરવામાં આવશે.  આ નવા નિયમ ચેક પેમેંટને સેફ બનાવવા અને બેન્ક ફ્રૉડને રોકવા માટે બનાવામાં આવ્યુ છે.



રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ચેકથી થતાં ટ્રાન્ઝેક્શનને વધુ સિક્યોર બનાવવાની કવાયત શરુ કરી છે. વર્ષ 2021થી લાગૂ થનાર નવા નિયમ મુજબ બેન્ક ગ્રાહકે 50 હજારથી વધુના વ્યવહાર માટે કોઈ વ્યક્તિને ચેક આપ્યા બાદ તેની માહિતી ડીજીટલી બેન્કને પણ આપવી પડશે. બેન્ક રજૂ થનાર ચેકની વિગતો તેને મળેલી માહિતી સાથે સરખાવશે અને વિસંગતતા જણાશે તો ચેક રદ કરશે. આ સુવિધાનો લાભ 5 લાખ સુધી મરજિયાત રખાશે. RBI છેતરપિંડીના બનાવ અટકાવવા આ મહત્વનું પગલું ભરવા જઈ રહી છે. આ સુવિધા પોઝિટિવ પે સિસ્ટમના નામ અપાયું છે.


Statebank Of India  એ એક નિવેદનમાં કહ્યુ છે કે નવા ચેક ચુકવણી નિયમ (New Cheque Payment Rule)આજે 1 જાન્યુઆરી 2021 થી લાગૂ થશે. બેન્કે કહ્યુ કે RBI ના દિશાનિર્દેશોના અનુસાર, અમે અતિરિક્ત સુરક્ષા નિશ્ચિત કરવા માટે પોઝિટિવ પે સિસ્ટમને 01/01/2021 થી શરૂ કરી રહ્યા છે.  હવે ચેક રજુ કરવા વાળા વ્યક્તિને ઈલેક્ટ્રૉનિક માધ્યમથી ચેકની તારીખ, લાભાર્થીનું નામ, પ્રાપ્તકર્તા અને પેમેંટની રકમના અંગે  બીજી વાર જાણકારી આપવાની રહેશે.

50 હજારથી મોટી રકમના પેમેન્ટ માટે ડબલ વેરિફેક્શન કરવામાં આવશે. ચેક આપનાર બેન્ક ગ્રાહકે  ઈન્ટરનેટ બેન્કિંગ SMS , મોબાઈલ એપ,  અથવા ATM જેવા ઈલેક્ટ્રોનિક માધ્યમો થકી અપાયેલા ચેકની માહિતી બેન્કને આપવાની રહેશે. આ સુવિધા 5 લાખ સુધીની રકમ માટે મરજિયાત અને ત્યારબાદની રકમ માટે ફરજીયાત બનાવાશે. ચેકમાં રજૂ કરાયેલી તારીખ, ચેક પ્રાપ્તકર્તાનું નામ અને રકમ જાણવવાની રહશે. ગ્રાહકે વિગત ચેક બેંકમાં જમા થવા પહોંચે તે પેહલા આપી દેવાની રહશે. માહિતીમાં અને ચેકમાં વિસંગતતા જણાશે તો પેમેન્ટ અટકાવવા સુધી પગલાં લેવાશે.  જયારે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પણ સુવિધાની વિગતો મળી શકે તેવી વ્યવસ્થા કરાશે.જાન્યુઆરીથી શરૂ થનાર સુવિધા અંગે બેન્ક ગ્રાહકોને SMS મારફતે જાણ કરશે. 


પૉઝિટિવ પે સિસ્ટમના દ્વારા ચેકની જાણકારી SMS, મોબાઈલ એપ, ઈંટરનેટ બેન્કિંગ અને ATM ના માધ્યમથી અપાઈ શકે છે. ચેકની પેમેંટ કરવાથી પહેલા આ જાણકારીઓની બીજીવાર તપાસ કરવામાં આવશે. જો તેમાં કોઈ ગડબડ થાય છે તો ચેક ટ્રંકેશન સિસ્ટમ દ્વારા ચેક રજૂ કરનાર અને પેમેન્ટ કરનાર બંને બેન્કને જાણકારી આપવામાં આવશે.


પૉઝિટિવ પે સિસ્ટમ (Positive Pay System) ની હેઠળ કોઈ થર્ડ પાર્ટીને ચેક રજુ કરવા વાળા વ્યક્તિને પોતાના બેન્કને પણ પોતાની આ ચેકની જાણકારી મોકલવાની રહેશે.RBI એ જણાવ્યુ છે કે આ નિયમ 50,000 રૂપિયા અને તેનાથી ઊપરના બધી ચુકવણીના કેસો માટે રહેશે. 


આ સિસ્ટમથી 50,000 રૂપિયાથી વધારાની ચુકવણી વાળા ચેકને રિ-કંફર્મ (Re-Confirmation) કરવાનો રહેશે. આ સુવિધાનો લાભ ઉઠાવાનો નિર્ણય ખાતાધારકના હાથમાં રહેશે.પૉઝિટિવ પે સિસ્ટમના દ્વારા ચેકના ક્લિયરન્સને પણ ઓછો સમય લાગશે.  જો બેન્ક ઈચ્છે તો 5 લાખ અને તેનાથી વધારે રકમના ચેકના મામલામાં પણ પૉઝિટિવ પે સિસ્ટમને અનિવાર્ય કરી શકે છે.


Share and Inform to all



Post a Comment

أحدث أقدم