  જેમણે પણ લખ્યું છે તેમણે ખુબ જ સચોટ લખ્યું છે...

અતિશ્રદ્ધા છે અવળચંડી
     વેવલાપણાંનાં વાવેતર કરે.

યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ
     કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સિદ્ધિયંત્રો બનાવી,
     ફીટ કર્યાં ફોટામાં.'



પશ્ચિમે ઉપગ્રહ બનાવી,
     ગોઠવી દીધા અંતરિક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી,
      મઢી દીધા અંગુઠીમાં.

જાપાન વિજાણુ યંત્રો થકી,
      સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી,
     ગરીબી રાખી ઘરમાં.'


right
Rightly Says
અમેરીકા વૈજ્ઞાનિક અભિગમથી
     બળવાન બન્યો વિશ્વમાં;
આપણે ધાર્મિક કર્મકાંડો થકી
     કંગાળ બન્યા દેશમાં.

પશ્ચિમે પરિશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું
     આ લોકમાં;
આપણે પુજાપાઠ–ભક્તિ કરી
     સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા
     નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદિર બાંધી
     મુર્ખ ઠર્યા આખા જગમાં.

પર્યાવરણ–પ્રદુષણથી જયારે
       જગત આખું છે ચિંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી
     લાકડાં ખડક્યાં ચીતામાં..

વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ
       લોકોને પીડે આ દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે એ,છેતરાશો નહીં,
       ઠગનારા ઘણા છે આ દેશમાં.

સાયંટિફિકલિ બ્લડ ચૅક કરી,
     ઍંગેજમેન્ટ કરે પશ્ચિમમાં,
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં
    લગ્નકુંડાળાં  થાય આ દેશમાં.

લસણ–ડુંગળી–બટાકા ખાવાથી
      પાપ લાગે આ દેશમાં, 
આખી ને આખી બેન્ક ખાવા છતાં
       પાપ  ન લાગે આ દેશમાં.


                               
Join Telegram Channel and get instant Artical alert51993 participants

Post a Comment

વધુ નવું વધુ જૂનું