RBIએ બેન્કોને લોન રિસ્ટ્રક્ચરિંગ કરવાની મંજુરી આપી છે
શું છે RBIનો નિર્ણય?
કોરોના વાયરસને કારણે અર્થવ્યવસ્થા ધીમી પડી છે. આવી સ્થિતિમાં, બેંકોએ જે લોન આપી છે તેની રિકવરી મુશ્કેલ છે. આને ધ્યાનમાં રાખીને, ઘણા લોન લેનારાઓ ઇચ્છતા હોય તો પણ સમયસર લોન પરત નથી કરી શકતા. તેઓને રાહત જોઈતી હતી.
આવી સ્થિતિમાં, RBIએ માર્ચ 2020માં 1 માર્ચથી 31 મે, 2020 સુધીના તમામ ટર્મ લોન પર EMI પર મોરેટોરિયમની જાહેરાત કરી હતી. એટલે કે, જો તમે હપ્તો ચૂકવશો નહીં, તો તમારા ક્રેડિટ સ્કોરને અસર થશે નહીં.
પાછળથી આને 31 ઓગસ્ટ, 2020 સુધી ત્રણ મહિના વધારવામાં આવી. ગુરુવારે મોનિટરી પોલિસીમાં તેને વધારવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એટલે, મોરટોરિયમ યોજના બંધ કરી છે.
આનો સરળ અર્થ એ છે કે સપ્ટેમ્બરથી તમારે માર્ચ પહેલાની જેમ તમારી હોમ લોન, વાહન લોન અને પર્સનલ લોન પર હપ્તા ભરવાના રહેશે. જો ચુકવણી કરવામાં નહીં આવે તો ક્રેડિટ સ્કોરને અસર થશે.
બેંકો પણ લોન રિસ્ટ્રક્ચરિંગ માટે પરવાનગી માંગતી હતી. RBIએ તેને મંજૂરી આપી દીધી છે. હવે, બેન્કો તેમના લોન ધારકોની લોનના ચુકવણીના સમયપત્રકમાં ફેરફાર કરી શકે છે, અવધિ વધારી શકે છે અથવા પેમેન્ટ હોલીડે આપી શકે છે.
લોન રિસ્ટ્રક્ચરિંગની ગ્રાહકો પર શું અસર થશે?
રિઝર્વ બેંકે તમામ બેંકોને લોનની રિસ્ટ્રક્ચરિંગ કરવાની મંજૂરી આપી છે. તેમાં પર્સનલ લોનનો ઉલ્લેખ છે, હોમ લોન, વાહન લોન અને અન્ય લોન માટે કોઈ અલગ જોગવાઈ કરવામાં આવી નથી.
જો તમે મોરેરેટિયમ સમાપ્ત થયા પછી પણ હોમ લોન અથવા વાહનની લોન ચુકવવા માટે અસમર્થ છો, તો તમારે તમારી બેંક અથવા નાણાકીય સંસ્થાનો સંપર્ક કરવો પડશે. તે કેસ-ટુ-કેસના આધારે લોનની પુનર્ગઠન કરી શકે છે.
માયલોનકેરના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર શાલિની ગુપ્તાના જણાવ્યા અનુસાર, રિસ્ટ્રક્ચરિંગ કરવાની મંજૂરી આપી છે. પરંતુ તેનો ફાયદો કોને મળશે, ફક્ત બેંકો જ નિર્ણય લેશે.
નિષ્ણાતો કહે છે કે RBIએ MSME અને કોર્પોરેટ લોન તેમજ પર્સનલ લોન માટેની જોગવાઈઓ નક્કી કરી છે. રિઝર્વ બેંકે પણ સ્પષ્ટ કરવું જોઈએ કે હોમ લોન અને વ્હીકલ લોનનું શું થશે.
જોકે, RBIએ ફક્ત તે જ લોન લેનારાઓની લોનનું રિસ્ટ્રક્ચરિંગ કરવાની મંજૂરી આપી છે, જેમની પાસે 1 માર્ચ, 2020ના રોજ 30 દિવસથી વધુની ડિફોલ્ટ નથી.
જૂના ડિફોલ્ટર્સ આ યોજનામાં એડજસ્ટ થશે નહિ. રિકવરી થયા બાદ બાકીના દેવા પર બેંકોએ વધારાની જોગવાઈઓ કરવી પડશે. આનો અર્થ એ કે રિઝોલ્યુશન પ્લાન ફક્ત નવા ડિફોલ્ટર્સ માટે રહેશે.
EMI મોરેટોરિયમ અને લોન રિસ્ટ્રક્ચરિંગ વચ્ચે તફાવત શું છે?
મોરેટોરિયમ હેઠળ EMI ચૂકવવામાંથી મુક્તિ મળી હતી. આ દરમિયાન જે વ્યાજ ચડે છે તેને બેંક પ્રિન્સીપાલ એમાઉન્ટમાં જોડી દે છે. જયારે EMI ફરી શરુ થશે ત્યારે તમારે તે રકમ ઉપર વ્યાજ ચૂકવવાનું રહેશે. એટલે વ્યાજ ઉપર વ્યાજ ચડે છે.
લોન રિસ્ટ્રક્ચરિંગ તેનાથી અલગ છે. તેમાં બેન્કોને વધુ અધિકાર મળે છે. બેંકો નક્કી કરી શકાશે કે, EMI ઘટાડવું છે, લોન પીરિયડ વધારવો છે, માત્ર વ્યાજ વસુલવું છે કે પછી વ્યાજદર એડજસ્ટ કરવા છે.
પર્સનલ લોનમાં રિસ્ટ્રક્ચરિંગ કઈ રીતે થશે?
RBIએ વ્યક્તિગત લોનમાં વન ટાઈમ રિસ્ટ્રક્ચરિંગને પણ મંજૂરી આપી છે. જોકે, બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ તેમના પોતાના સ્ટાફને અપાયેલી રિટેલ લોન્સનું રિસ્ટ્રક્ચરિંગ કરી શકાશે નહિ.
આ ખાતું 1 માર્ચ 2020ના રોજ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. તેમાં 30 દિવસથી વધુનો ડિફોલ્ટ હોવો જોઈએ નહીં.
જો તમે પર્સનલ લોનના હપ્તાને ચુકવવા માટે અસમર્થ છો, તો પછી તમે 31 ડિસેમ્બર પહેલાં રિસ્ટ્રક્ચરિંગ માટે અરજી કરી શકો છો. બેંકોએ આ અરજીઓ અંગે 90 દિવસની અંદર નિર્ણય લેવાનો રહેશે.
બેંકો અને નાણાકીય સંસ્થાઓ લોન ચુકવણીની અવધિ મહત્તમ બે વર્ષ સુધી લંબાવી શકશે. તેઓ વ્યક્તિની આવકના આધારે નિર્ણય લઈ શકશે.
SME લોન રિસ્ટ્રક્ચરિંગ
RBIએ માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વન ટાઈમ રિસ્ટ્રક્ચરિંગની મંજૂરી પણ આપી છે. આ યોજના MSMEs ને 25 કરોડ રૂપિયા સુધીની બાકી લોન સાથે ઉપલબ્ધ રહેશે.
રિઝર્વ બેંકે કહ્યું હતું કે, MSMEની લોન રિસ્ટ્રક્ચરિંગ 31 માર્ચ 2021 પહેલાં થવું જોઈએ. આ દિશાનિર્દેશો હેઠળ, લોન રિસ્ટ્રક્ચરિંગ પરના ખાતાઓ માટે 5%ની વધારાની જોગવાઈ કરવી પડશે.
વન-ટાઇમ રિસ્ટ્રક્ચર્સિંગ યોજના જાન્યુઆરી 2019માં જાહેર કરવામાં આવી હતી. પાછળથી ફેબ્રુઆરી 2020માં તેનો વધારો કરવામાં આવ્યો. હવે કોરોના વાયરસને કારણે MSMEને વધારાના લાભ આપવા માટે વિસ્તૃત કરવામાં આવી છે.
કોર્પોરેટ લોનમાં રિસ્ટ્રક્ચરિંગ કઈ રીતે થશે?
બેંકો 31 ડિસેમ્બર, 2020 સુધીમાં ઠરાવ કરી યોજનાને અમલમાં મૂકી શકે છે. જો લોન લેનાર બેંકને રજૂઆત કરે છે તો બેંકોએ 180 દિવસમાં સોલ્યુશન સબમિટ કરવું પડશે.
રિસ્ટ્રક્ચરિંગ પહેલાં બેંકો અને નાણાકીય સંસ્થાઓએ કુલ દેવાના 10%ની વધારાની જોગવાઈ કરવી પડશે. જો ઇન્ટર-ક્રેડિટ એગ્રીમેન્ટ 30 દિવસમાં કરવામાં ન આવે, તો 20% વધારાની જોગવાઈ કરવી પડશે.
એમ.વી. કાથમના નેતૃત્વમાં સમિતિની રચના કરવામાં આવી છે જે રીઝોલ્યુશન પ્લાન માટે વિશિષ્ટ ક્ષેત્રની બેંચમાર્ક સેટ કરશે. સમિતિ 1,500 કરોડ અથવા તેથી વધુની લોન માટેના ઠરાવ યોજના અંગે પણ નિર્ણય લેશે.
એવા કિસ્સાઓમાં કે જ્યાં કુલ લોન રૂ. 100 કરોડને વટાવી ગઈ છે, બેન્કોએ માન્યતા પ્રાપ્ત ક્રેડિટ રેટિંગ એજન્સી પાસેથી ઠરાવ યોજનાનું ક્રેડિટ મૂલ્યાંકન કરવું પડશે.
إرسال تعليق