અયોધ્યામાં બુધવારે રામમંદિર નિર્માણ માટેનું ભૂમિપૂજન અને શિલાન્યાસની વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મંદિર માત્ર અયોધ્યાની ભવ્યતા જ નહિં વધારે પરંતુ તે ઈકોનોમિને પણ બદલશે. અહીં લોકો માટે તકો ઉપલબ્ધ થશે. વિશ્વમાંથી લોકો અહીં ભગવાન રામ અને સીતા માતાના દર્શન માટે આવશે. ભૂમિપૂજન પછી એ અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે મંદિરના નિર્માણ પછી અહીં શું ફેરફારો થશે, અહીં યાત્રાળુઓની સંખ્યામાં કેટલો વધારો થશે અને તેનાથી અયોધ્યામાં રહેતા લોકોને શું લાભ થશે.
ભારતની GDPમાં ટ્રાવેલ અને ટુરિઝમ સેકટરનો હિસ્સો વર્ષ 2017ના 15.24 લાખ કરોડ રૂપિયાથી વધીને 2028 સુધીમાં 32 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનું અનુમાન છે. તેમાં મોટાભાગનો હિસ્સો ડોમેસ્ટિક ટુરિઝમનો હોય છે. તેનો 60 ટકા હિસ્સો રિલીજિયસ ટુરિઝ્મનો હોય છે. રિલીજિયર ટુરિઝ્મનો કારોબાર લગભગ 10 લાખ કરોડ રૂપિયાનો છે.
ટુરિઝ્મ મિનિસ્ટ્રીએ બુધવારે કહ્યું કે અયોધ્યા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું 80 ટકા કામ પુરું થઈ ગયું છે. સ્વદેશ દર્શન યોજનામાં કેન્દ્ર સરકારે 2014-18માં 127 કરોડ રૂપિયા રામાયણ સર્કિટ અંતર્ગત જાહેર કર્યા હતા.
અયોધ્યામાં મંદિર બન્યા પછી અહીં આવનારા ટુરિસ્ટોની સંખ્યા વધશે. 2019માં અહીં કુલ 3.4 લાખ ટુરિસ્ટો આવ્યા હતા. જ્યારે 2015માં 1.4 લાખ એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં 2.5 ગણા પર્યટક વધ્યા છે. રામ મંદિરના મુખ્ય ડિઝાઈનર ચંદ્રકાંત સોમપુરાના પુત્ર આર્કિટેક્ટ આશીષ સોમપુરાનું માનવું છે કે મંદિર બન્યા પછી અહીં લગભગ 1 લાખ લોકો રોજ દર્શન માટે આવશે એટલે કે લગભગ 3.6 કરોડ યાત્રાળુઓ એક વર્ષમાં જ અહીં આવશે.
યુપીમાં લગભગ 28 કરોડ ટુરિસ્ટ દર વર્ષે આવે છે. ગત વર્ષે 54 કરોડ ટુરિસ્ટ અહીં આવ્યા હતા. કુંભના કારણે સંખ્યા વધી ગઈ હતી. દેશમાં ડોમેસ્ટિક ટુરિઝ્મના મામલામાં યુપી બીજા નંબરે છે, જ્યારે વિદેશી યાત્રાળુઓના મામલામાં ત્રીજા નંબરે છે. રામ મંદિર બન્યા પછી અયોધ્યા ગ્લોબલ ટયુરિઝ્મ સેન્ટર બનશે.
વર્ષ 2017-18ની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાંથી અહીં સૌથી વધુ યાત્રાળુઓ આવ્યા હતા, તેમાં તાજમહેલ, રેડ ફોર્ટ, કુતુબમીનાર, આગ્રા ફોર્ટ અને કોણાર્કના સૂર્ય મંદિરનો સમાવેશ થાય છે. તાજમહેલ જોવા માટે 64 લાખ લોકો આવ્યા હતા, તેમાં વિદેશી ટુરિસ્ટ પણ સામેલ છે.
અયોધ્યા માટે શું છે માસ્ટર પ્લાન
યુપી સરકારે અયોધ્યાના વિકાસ માટે 85 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. અહીં ભગવાન રામની સૌથી મોટી મૂર્તિ મૂકવાનો પણ પ્લાન છે, જેનું કામ હાલ ચાલી રહ્યું છે. આ મૂર્તિ સૌથી મોટી હશે, તેની ઉંચાઈ 251 મીટર હશે. આ સિવાય અહીં ક્વીન હો મેમોરિયલ, ડિજિટલ મ્યુઝિયમ, ઈન્ટરપ્રિટેશન સેન્ટર, રામલીલા સંકુલ, રામકથા ગેલેરી, ઓડિટોરિયમ સહિત ઘણી યોજનાઓ છે, જેની પર કામ થવાનું છે. તેની સાથે જ સરયૂ નદીના તટ પર ફાઈવ સ્ટાર હોટલ્સ બનાવવાનો પણ પ્લાન છે.
અયોધ્યાના 84 કોસની સીમામાં લગભગ 60 ધાર્મિક સ્પોટ બનાવવાનો પ્રસ્તાવ છે, જે લગભગ 250 કિમી લંબો હશે. તે 10 જિલ્લાને જોડશે. તેની સાથે જ અયોધ્યાના 10 પ્રસિદ્ધ તળાવોનું સમરકામ કરવામાં આવશે. વિવિધ રેલવે ઓવરબ્રીજ પણ બનાવવામાં આવશે. જેથી કરીને અહીં આવનારા લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
શ્રીરામ એરપોર્ટ
અયોધ્યામાં શ્રીરામ એરપોર્ટ બનાવવામાં આવશે. સીએમ યોદી આદિત્યનાથે 2018માં જ તેની જાહેરાત કરી હતી. તેના માટે યુપી સરકારે 200 કરોડ રૂપિયા આપ્યા છે. કુલ 500 કરોડનું બજેટ છે. અયોધ્યામાં હાઈટેક એરપોર્ટ બન્યા પછી અહીં આવનારા ટુરીસ્ટોની સંખ્યામાં વધારો થશે.
અયોધ્યામાં હાઈટેક રેલવે સ્ટેશન પણ બનશે. અગામી વર્ષ સુધીમા તેનું કામ પુરુ થવાની આશા છે. આ રેલવે સ્ટેશનને અયોધ્યાના મંદિર મોડલ પર બનવવામાં આવશે. તેના માટે 104 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. તેનું નિર્માણ કાર્ય બે ફેઝમાં પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં પ્લેટફોર્મ બનાવવાનું કામ કરવામાં આવશે, જ્યારે બીજા ફેઝમાં રેલવે સ્ટેશનની બિલ્ડિંગ, ટાયલેટ, ડોરમેટરી, ટિકિટ ઘર જેવી સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે.
રેલવેના જણાવ્યા મુજબ હાલ અયોધ્યામાં લગભગ 5 હજાર યાત્રીઓ રોજ આવે છે. મંદિર બન્યા પછી આ સંખ્યા 12 ગણી વધવાનું અનુમાન છે. એટલે કે રોજ લગભગ 60 હજાર મુસાફરો ટ્રેનથી અયોધ્યા જશે.
મંદિરની ચારે બાજુ 360 ડિગ્રી થિયેટર બનશે. અહીં ભગવાન રામ પર બનેલી ડોક્યુમેન્ટ્રી, મ્યુઝીયમ, ફોટો ગેલેરી, પૂજા માટે હોલ, એક મોટો ફુડ કોર્ટ હશે. તળાવોમાં લેઝર લાઈટ લગાવવામાં આવશે.
નવી તકો સર્જાશે, રોજગાર વધશે
રામ મંદિર બન્યા પછી અહીંના લોકોને આશા છે કે રોજગારની નવી તક મળશે, નવી નોકરીઓ મળશે. જેમ દેશના બીજા મંદિરોના માધ્યમથી રોજગાર મળે છે, તે જ રીતે અહીં પણ લોકોને ફાયદો થશે. એક અનુમાન મુજબ તિરુપતી બાલાજી મંદિરમાં લગભગ 16 હજાર લોકો કામ કરે છે. ટ્રસ્ટના લોકોનું કહેવું છે કે આ મંદિર પણ આ જ રીતે ડેવલોપ કરવામાં આવશે. તેની સાથે જ આ મંદિર બન્યા પછી હોટલવાળા, દુકાનદારો, ફુલ વેચનારાઓ, ટ્રાવેલ એજન્સીઓ અને દિવડા વેચનારા લોકોને ફાયદો થશે.
إرسال تعليق