ધ્યાન થી વાચજો
         
આંખ એ ઝાડ પર ફળ દેખ્યું..
લાલસા જાગી..
આંખ તો ફળ તોડી ન શકે તો
પગ ગયા ફળ તોડવા..
પગ તો ફળ તોડી ન શકે એટલે
હાથ એ ફળ તોડ્યું
અને
મ્હો એ તેને ખાધું..



આમ, જેને દેખ્યું એ ગયું નહિ,
જે ગયો એને તોડ્યું નહિ
અને
જેને તોડ્યું એને ખાધું નહિ,
જેને ખાધું એને રાખ્યું નહિ,
ફળ તો ગયું પેટ માં..

હવે જ્યારે માળી એ દેખ્યું તો દંડા પડ્યા પીઠ માં..
પીઠ કહે, હાય..મારો શું વાંક?
પણ જ્યારે દંડા પડ્યા પીઠ માં તો આંસુ આવ્યા આંખ માં..

કારણકે ફળ તો પહેલા આંખ એ જ જોયું હતું ને....

આ છે કર્મ નો સિદ્ધાંત 

Post a Comment

વધુ નવું વધુ જૂનું