સૂર્યગ્રહણમાં શું કરવું અને શું નહિ ?
• તા.૨૧-૬-૨૦૨૦ રવીવાર ના રોજ સૂર્યગ્રહણ છે. આ ગ્રહણ અને તેના પાલનની માહિતી બધા જ ભકતો માટે ઉપયોગી થશે.
• ગ્રહણ વેધ:
તા ૨૦-૬-૨૦૨૦ શનીવારે રાત્રે 8:03 કલાકે (ત્યારબાદ જમવું નહિ )
ગ્રહણ સ્પર્શ (શરૂ) :
તા.૨૧-૬-૨૦૨૦ રવીવારે સવારે 8:15 કલાકે
ગ્રહણમોક્ષ (છૂટે ) : બપોરે 11:15 કલાકે
આપણા હિંદુધર્મમાં વૈદિક ઋષિ પરંપરા વિજ્ઞાનની દ્રષ્ટિએ સંપૂર્ણપણે સચોટ દર્શન કરાવે છે, જેને આજનું વિજ્ઞાન પણ કબુલ કરેછે,
મહર્ષિ અત્રિ ગ્રહણના જ્ઞાનને રજૂ કરનારા પ્રથમ આચાર્ય માનવામાં આવે છે. ઋગ્વેદના એક મંત્રમાં આ ચમત્કારી ઘટનાનું વર્ણન આપવામાં આવ્યું છે “હે સૂર્ય ! અસુર રાહુએ તમારી ઉપર આક્રમણ કરી અંધકારથી વિદ્ધ(ઢાંકી) દીધા, તેને લીધે મનુષ્ય તમારા રૂપને પૂર્ણ રીતે જોઈ ન શક્યા અને હતપ્રભ થઈ ગયાં. ત્યારે મહર્ષિ અત્રિએ પોતાના અર્જિત જ્ઞાનના સામર્થ્યથી છાયા દૂર કરીને સૂર્યનો ઉદ્ધાર કર્યો”
એકવાર સ્વરભાનુ નામનો રાક્ષસ અમૃત પીવાની લાલસાથી રૂપ બદલીને સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો, પરંતુ ભગવાન વિષ્ણુએ તેને ઓળખી લીધો, પરંતુ ત્યારે સ્વરભાનુ અમૃતપાન કરી ચૂક્યો હતો અને અમૃત તેના ગળા સુધી આવી ગયું હતું. ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી રાક્ષસનું ધડ અલગ કરી દીધું, પરંતુ આ રાક્ષસ અમૃત પી ચૂક્યો હતો એટલા માટે મરી ગયો હોવા છતાં પણ તે જીવિત રહ્યો. તેનું માથુ રાહુ કહેવાયું અને ધડ કેતૂ. કથા પ્રમાણે એ દિવસથી જ જ્યારે સૂર્ય અને ચંદ્ર પાસે આવે છે ત્યારે રાહુ-કેતૂના પ્રભાવથી ગ્રહણ લાગી જાય છે.
મહાભારતમાં સૂર્યગ્રહણનો ઉલ્લેખ છે
મહાભારત યુદ્ધની શરૂઆત ગ્રહણ વખતે જ થઈ હતી. એ જ રીતે યુદ્ધના છેલ્લા દિવસે પણ ગ્રહણ હતું. તેની સાથે જ યુદ્ધની વચ્ચે એક બીજું સૂર્યગ્રહણ પણ થયું હતું. આ પ્રકારે 3 ગ્રહણ થવાથી મહાભારતનું ભીષણ યુદ્ધ થયું. મહાભારતમાં અર્જુને પ્રતિજ્ઞા લીધી હતી કે તે સૂર્યાસ્ત પહેલાં જયદ્રથને મારી નાખશે નહીં તો પોતે અગ્નિસમાધિ લઈ લેશે. કૌરવોએ જયદ્રથને બચાવવા માટે સુરક્ષા ઘેરો બનાવી લીધો હતો, પરંતુ આ દિવસે સૂર્યગ્રહણ હોવાથી બધી જગ્યાએ અંધારું થઈ ગયું હતું. ત્યારે જયદ્રથ અર્જુનની સામે આવીને એવું કહેવા લાગ્યો કે સૂર્યાસ્ત થઈ ગયો હવે અગ્નિસમાધિ લઈ લે. આ દરમિયાન ગ્રહણ સમાપ્ત થઈ ગયું અને સૂર્ય ચમકવા લાગ્યો. ત્યારે અર્જુને જયદ્રથનો વધ કરી નાખ્યો હતો.
શું કરવું
(૧)ગ્રહણના આરંભમાં રાંધેલું અનાજ અશુધ્ધ થાય છે . તેથી ગ્રહણનો વેધ લાગે તે પહેલાં રાંધેલું અનાજ વાપરી લેવું.
(ર)અથાણું,દુધ, દહી,છાસ,ઘૃત, તેલ વગેરેમાં બનાવેલું અનાજ આ સર્વેમાં તલ અને દર્ભ નાખવાથી ગ્રહણમાં પણ આ અપવિત્ર થતું નથી.
(૩)સૂર્યગ્રહણ શરૂ થવાનું હોય તેના બાર કલાક પહેલાં વેધ લાગે છે. અને ચંદ્રગ્રહણ થવાનું હોય તેના નવ કલાક પહેલાં વેધ લાગે છે.
(૪) ગ્રહણ ના બાર કલાક પહેલાં બાળક,વૃધ્ધ અને રોગી સિવાય બીજા કોઈએ પણ ભોજન કરવું નહીં.
(પ) બાળક વૃધ્ધ અને રોગીને પણ ગ્રહણ ના ત્રણ કલાક પહેલાં ભોજન કરવું નહી.
(૬) કોઈ પણ વ્યક્તિ ગ્રહણના વેધ દરમ્યાન ભોજન કરે તો તે ત્રણ દિવસના ઉપવાસનું વ્રત કરે તો શુધ્ધ થાય છે.
(૭) જે કોઈ સૂર્ય અને ચંદ્રગ્રહણમાં જમે છે. તે તો પ્રાજાપ્રત્ય વ્રત કરવાથી શુદ્ધ થાય છે.
(૮) જો રવિવારે રવિગ્રહણ હોય તથા સોમવારે ચંદ્રગ્રહણ હોય તો તે ચુડામણિ નામનો યોગ કહેવાય. આ યોગમાં દાન, હોમ વગેરે કરવાથી વધારે ફળ મળે છે. વળી આ યોગમાં બીજા વારોમાં આવતા સૂર્યગ્રહણની અપેક્ષાએ કોટિ ઘણું ફળ મળે છે.
(૯) શાસ્ત્ર મુજબ આઠ વર્ષથી ઓછી ઉંમર હોય તેને બાળક ગણવા અને ૮૦ (એંશી) વર્ષથી વધુ ઉંમર હોય તેને વૃધ્ધ ગણવા.
(૧૦) ગ્રહણ સમયે આપણને સૂતક લાગે છે તેથી કોઈ પણ વસ્તુનો સ્પર્શ કરી શકાય નહિ.
(૧૧) ગ્રહણના આરંભ માં સ્નાન, ગ્રસ્ત થાય ત્યારે હોમ તથા દેવનું પૂજન,મૂકાવાની તૈયારી હોય ત્યારે દાન, મુક્ત થાય ત્યારે સ્નાન કહેલું છે.
(૧૨) ગ્રહણ સૂતકમાંથી મુક્ત થયા બાદ સ્નાન ન કરે તે પુરૂષ બીજું ગ્રહણ ન થાય ત્યાં સુધી સૂતકી કહેવાય.
ગ્રહણમાં દાનનો મહિમા
(૧૩)ગ્રહણ મોક્ષ પછી શુધ્ધ થઈ અને ભૂમિદાન આપનારો મંડલાધીશ થાય, અન્નદાન આપનારો સર્વ લોકમાં સુખી થાય છે..
રૂપાનો દાન આપનારો પૃથ્વી પર કીર્તિવાળો અને રૂપવાન થાય છે.
દીપદાતા નિર્મળ આંખો વાળો થાય છે.
ગાયનું દાન કરનાર સ્વર્ગલોક પામે છે.
સોનાનું દાન કરનાર દીર્ધાયુ થાય છે.
તલનું દાન આપનાર ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય છે.
ગૃહસામ્રગી સહિત ઘરનું દાન આપનારો સ્વર્ગ લોકમાં ખૂબ ઊંચા મહેલવાળો થાય છે.
વસ્ત્રનું દાન કરનાર ચંદ્રલોકને પામે છે.
અશ્વનુ દાન કરનારો વિમાન આદિ દિવ્ય વાહનોવાળો થાય છે.
વૃષભનું દાન કરનારો લક્ષ્મીવાન થાય છે.
શિબિકા (વાહન) અને પલંગ આપનારો ગુણવાણી પત્નીવાળો થાય.
જે શ્રધ્ધાથી દાન કરે છે અને જે શ્રદ્ધાથી સ્વીકારે છે તે બન્ને સ્વર્ગના ભાગી થાય છે.
(સંદર્ભ : શ્રીમદ સત્સંગિજીવન, પ્રકરણ - ૫ અધ્યાય-૧૯)
(તમારા મિત્રવતૃળમાં અને સગા સબંધી સાથે શેર કરો )
إرسال تعليق